Course: Business Environment: Know Your Environment and Start up. ! In Gujarati

ભારત સરકાર તેની નવી આર્થિક નીતિ પ્રમાણે સ્વરોજગારીને પ્રોત્સાહન આપે છે. તાલીમ, નાણાંકીય સહાય વગેરેથી સહાયક પણ બને છે. સામાન્ય રીતે એવી માન્યતા સમાજમાં પ્રચલિત છે કે અમુક સ્નાતક સ્તરનાં શિક્ષણ પછી નિયત રકમના ચેકથી થતી આવકને જ રોજગાર કહેવાય..! પણ આ પૂર્ણ સત્ય નથી.- રોજગાર એટલે વ્યક્તિની આવક અને કુશળતાને એવી રીતે ઉપયોગમાં લેવી કે જેથી તે વ્યક્તિને તથા સમાજને પણ લાભ થાય. સમાજને થતા લાભનો બદલો સમાજ પણ લાભ આપીને અને વ્યક્તિની આવક વધારીને કરે છે. આમ, સ્વરોજગાર કરે છે તેને નાણાંકીય લાભ કે બીજા શબ્દોમાં આવક થાય છે.

સ્વરોજગાર સાથે કેટલાક પ્રશ્નો જોડાયેલા છે, જેમ કે અનિયમિત આવક, કામ કરવાનો અનિશ્ચિત સમયગાળો, આર્થિક ખોટ જવાનો ભય, અંગત જીવનમાં આરામનો અભાવ વગેરે. પરંતુ તેના સાથે એવાં પણ કેટલાક લાભો છે જે આપણને સ્વરોજગાર કરવા પ્રત્યે આકર્ષિત કરે છે. સૌ પ્રથમ તો જીવનમાં આર્થિક સ્થિરતા લાવે છે..! નોકરી જવાનો ભય રહેતો નથી. વધુ કામ કરવાથી વધુ આવક/ નફો મળે છે, કામ કરવાનો પોતાનો સમય નક્કી કરી શકાય છે, નવા વિચારો જલ્દીથી અમલમાં મૂકી શકાય છે.

પણ સ્વરોજગાર કરવા માટે શું કરવું? ? – પોતાની મૂડી જોઈએ, પોતાનાં સાધનો જોઈએ, વ્યવસાય અંગેની તાલીમ ક્યાંથી મળી શકે??

ભારત સરકાર તરફથી હવે ઘણી એવી યોજનાઓ શરૂ થઇ છે જે નાણાંકીય તથા અન્ય ટેકનિકલ સહાય અને માર્ગદર્શન આપે છે. જરૂર છે માત્ર સ્વરોજગારનું ક્ષેત્ર શોધવાની એટલે કે શું રોજગાર કરવો તે નક્કી કરવાની.

આ બાબત પણ ઘણી જ સરળ બનશે જો તમે તમારી આસપાસ સમાજમાં નજર દોડાવશો તો-

તમે જે સમાજમાં છો, જે શહેર કે ગામમાં છો ત્યાંની જરૂરિયાત જાણો અને સમજો અને લોકોની એ જરૂરિયાત પૂરી કરવાનો પ્રયત્ન કરો... આ રીતે તમે સ્વરોજગાર શરૂ કરીને ઘણી જ સુંદર રીતે વ્યવસાય સ્થાપિત કરી શકશો. આ રીતે તમે માત્ર તમને જ નહી પણ બીજા લોકોને પણ રોજગારી આપી શકશો.

1. પ્રકરણ-૧

1. પ્રકરણ-૨

1. વિડીઓ