Course: મુદ્રારાક્ષસની શોધમાં....

આ અભ્યાસક્રમમાં પ્રૂફ-વાચનની વિભાવના, પ્રૂફ-વાચક તરીકે કાર્યરત થવા જરૂરી યોગ્યતાની જાણકારી, પ્રૂફ-વાચન માટે જરૂરી જોડણી-વિરામચિહ્નોના નિયમોનું જ્ઞાન, પ્રૂફ-વાચનમાં ઉપયોગી થતા ચિહ્નોના ઉપયોગની રીત, મુદ્રણ સાથે સંકળયેલા આ કાર્ય માટે જરૂરી પ્રિન્ટિંગ વિશેની માહિતીથી પરિચિત થશો, જે તમને આ વિષય સંદર્ભે પ્રાથમિક માહિતીથી સુપરિચિત કરશે, અને આ સાથે પ્રાયોગિક જ્ઞાન પણ મેળવી શકશો. પ્રૂફ-વાચનનું કાર્ય સમયની સાથે ગતિ કરતું હોવાથી આધુનિકયુગમાં તેના બદલાતા સ્વરૂપથી પણ તમે માહિતગાર થશો. આ અભ્યાસક્રમ આ કાર્યમાં તમને નિપુર્ણતા મેળવવા માટે પ્રથમ પગથીયું સાબિત થાય એવી શુભકામના....
ગુજરાતી ભાષાનું પ્રાથમિક જ્ઞાન હોવું જરૂરી છે.

1. પ્રૂફ-વાચન : વિભાવના અને મહત્ત્વ

1. પ્રૂફ-વાચકની સજ્જતા

1. મુદ્રણ(પ્રિન્ટિંગ)નો ખ્યાલ

1. પ્રૂફ-વાચનનાં ચિહ્નોની ઓળખ

1. વિરામચિહ્નોનો પરિચય અને પ્રયોગ

1. ઑનલાઇન પ્રૂફ-વાચન

1. જોડણીના નિયમ

1. પ્રૂફ-વાચન પ્રાયોગિક કાર્ય – પદ્ય

1. પ્રૂફ-વાચન પ્રાયોગિક કાર્ય – સંવાદ

1. પ્રૂફ-વાચન પ્રાયોગિક કાર્ય – ગદ્ય

1. સ્વાધ્યાય

2. ઉત્તરો